|
વિષ્ણુલોક |
Angkor Wat |
|
વર્ષ ના અંતમાં અમે બે કુટુમ્બ – ચૂંટેલું કુટુમ્બ! – મળ્યા અને ધમાલ નો અંત નો’તો. ૧૩ પુખ્ત વય ના, અને એક નાનો ઢીંગલો! આમ તો કુટુમ્બ જન્મ ના સંબંધે થાય, પણ જ્યારે મિત્ર સાથે જન્માંતર સંબંધ બંધાય ત્યારે એ ચૂંટેલું કુટુમ્બ થાય ને! જાન્યુઆરી નો ઘંટનાદ હજુ કાનમાં રણકતો હતો, અને છોરાં ઓ કામે લાગવા ઘર ભેગા થયા, અને અમે ચાર વૃધ્ધિમાન કંબોજ ફરવા નીકળ્યા. આ ભારત નું કંબોજ નહીં! પણ ઇતિહાસ માં કામ્પુચિયા અને હાલ માં કેમ્બોડિયા ના નામે ઓળખાય છે એ દેશ! આપણી ભાષામાં એ દેશ ને કંબોજ કહેતા હતા. અઙ્ગકોર વાટ ના નામે પ્રખ્યાત થયેલા વિષ્ણુ મંદિર ના સમૂહ ને જોવા! દર્શન કરવા નહીં? મંદિર બદલાઈ ને બૌધ્ધ મઠ બની ગયેલું, અને પ્રભુ ની મૂર્તિ તો ક્યાંય લાપતા થઈ ગઈ છે. પણ વિષ્ણુ ભક્તિ નો ઇતિહાસ માન્ય રહ્યો છે. હિન્દુ માન્યતા હમેશાં શાંતિ અને ભાઇચારાથી જ પ્રસરી છે. એમ મનાય છે કે પલ્લવ રાજાઓ ના સમયમાં ભારત ના વ્યાપારી ઓ પૂર્વ ના દેશો સાથે ઘણો સંબંધ રાખતા અને વ્યાપાર કરતાં. એની સાથે આપણી માન્યતાઓ અને સંસ્કાર એ દેશો માં ફેલાયા, પણ દૂધ અને સાકર ની માફક એ દેશો ની સંસ્કૃતિ અને રીતો નો સમાવેશ કરી ને પ્રસરી. રાજા આવે અને કોઈ ને કોઈ ઊથલ પાથલ તો થાય જ ને. એક રાજા વિષ્ણુ ભગત, એટલે વિષ્ણુલોક નું સર્જન કરાવ્યુ, બીજો આવ્યો એ શિવ ભક્ત હતો, એટલે શિવજી ના મંદિરો બનાવ્યા, પછી જરા ક્રાંતિ થઈ અને રાજા બૌધ્ધ માન્યતા વાળો આવ્યો, અને બધ્ધા મંદિરો, બૌધ્ધ મંદિરો કે મઠ માં બદલાઈ ગયા – પણ ફકત વપરાશ નો જ બદલો થયો – બંધારણ ની તોડફોડ ના થઈ. મૂર્તિ ઓ ક્યારે નીકળી ગઈ એનો કોઈ ને ખાસ ખ્યાલ નથી, કારણ કે આ વૈષ્ણવ અને બૌધ્ધ અદલાબદલી ઘણી વાર થઈ. નામ વિષ્ણુલોક થી બદલાઈ ને “અઙ્ગકોર વાટ” બૌધ્ધ પ્રથા પ્રમાણે થયું, અને છેલ્લા બદલાવ પ્રમાણે કાયમ રહ્યું. એ સમય ના રાજયો નો ખ્મેર રાજ્ય ને નામે ઉલ્લેખ થતો. પ્રજા પણ ખ્મેર જાતિ તરીકે ઓળખાય છે, ભાષા પણ ખ્મેર, અને લિપિ પણ ખ્મેર. મંદિરો પર સંસ્કૃત વાક્યો કોતરાયેલા છે, પણ એ વાક્યો ની લિપી એ ખ્મેર લિપી. ખ્મેર લિપી પાલી અને બ્રાહ્મી લિપી માં થી આવી છે, એમ કહેવાય છે. સાંભળેલું, કે અઙ્ગકોર વાટ મંદિરો નો વિસ્તાર ઘણો મોટો છે, પણ જોયા પછી જ અનુભવ થયો કે “જંગી” વર્ણન એટલે શું! એક સમય માં રાજધાની પણ આજ જગ્યાએ હતી. એક વિસ્તાર મંદિર નો, અને બાજુ માં જ રાજ્ય નું નગર અને મહેલ. આ રજવાડી વિસ્તાર ને અઙ્ગકોર થોમ કહેવાય. સંસ્કૃત ભાષા ઘણી વપરાતી, આપણી માફક શાસ્ત્રીય ક્રિયા ઑ માં અને રાજકારણ માં સંસ્કૃત, અને લૌકિક ભાષા તે ખ્મેર. અનુમાન છે કે “અઙ્ગકોર” શબ્દ સંસ્કૃત શબ્દ “નગર” નો અપભ્રંશ છે. તો “અઙ્ગકોર વાટ” એટલે નગર નો મઠ (છેલ્લો ધર્મ બૌધ્ધ પ્રવરેલો) એમ થાય, અને “અઙ્ગકોર થોમ” એટલે મોટું નગર! મંદિરો અને મઠ અને રાજકારણ ના મકાનો અને એના ખંડેર તો ઘણા જોયા, અને એના કરતાં ત્રણ ઘણા બીજા રહી ગયા! ત્રણ વાત: અમે ચારેય ૭૦+, નવી નવાઈ ને માણવા અને એનો આનંદ માણવા આવેલા, અમે આ બધ્ધું “જોઈ લીધું” કહેવા ની વૃત્તિ હંમેશા શૂન્ય જ રહી છે. બપોરે થાકીએ તો પાછા હોટેલ પર જામી કરી ને ઝોકું કાઢીએ, અને પાછા નિકળીએ. ખાસ જગ્યાઓ આરામ થી જોઈ, ઢગલો ફોટા લીધા, આજુબાજુ ડોકિયા કર્યા, આંટા માર્યા, દેશ અને સમાજ ની નિહાળ્યો, માણ્યો. ફોટા ની ગેલેરી તૈયાર છે એટલે આ બ્લોગ માં મૂકી છે. કેમ્બોડિયા નો રાજા ઑ નાબૂદ થયા પછી નો ઇતિહાસ થોડો આપણાં જેવો, થોડો વિએટનામ જેવો, અને થોડો અનહદ ક્રૂરતા અને પ્રજા ના વિધ્વંશ નો ઇતિહાસ છે. બસ છેલ્લા ૩૦ વર્ષ થી શાંતિ પ્રસરી છે. સોળમી સદી સુધીમાં ખ્મેર સમાજ ઘણી સમૃદ્ધિ માં રહેતું હતું, પણ ધીરે ધીરે પરદેશીઓ આવવા માંડ્યા અને પ્રજા અને સંસ્કૃતિ ડોહળી થતી ગઈ. ૧૯મી સદી માં ફ્રેંચ આવ્યા, દેશ ને માત કર્યો, અને રાજ કર્યું. બીજા વિશ્વયુદ્ધ ની આસપાસ બધા ગોરા હાર્યા, અને ભાગ્યા. જાપાની ઓ પણ વિશ્વયુદ્ધ સમયે આવ્યા અને રાજ કર્યું, પણ આખરે ૧૯૫૩માં છેલ્લા રાજ્ય વંશ ના રાજા ને ગાદી એ બેસાડ્યો, અને કેમ્બોડિયા પાછો એક પૂર્ણ દેશ બન્યો. પણ ૧૯૭૦ પછી કેમ્બોડિયા ના અભાગ્ય અતિશય વધ્યા. એક કોમુનિસ્ટ પાર્ટી જન્મી, અને આઝાદી ના નામે ખૂબ જ ક્રૂર વિદ્રોહ આદર્યો, અને ખાસ રાજ મેળવ્યા પછી તો હદ પાર અત્યાચાર આદર્યો. દેશ અને પ્રજા ને કંગાલ કરી અને અનુમાને ૧૫ થી ૨૫ લાખ લોકો નો સંહાર કર્યો. આખરે ૧૯૯૩ માં યુ.નો. હેઠળ શાંતિ અને લોકશાહી સરકાર બની. પણ હકીકત એ કે ઘણો ગરીબ દેશ છે, અને કોમુનિસ્ટો ની તબાહી અને પ્રજા સંહાર ની અસર તો લાંબા સમય રહેશે. બીજા દેશો ની મદદે નુતન વિકાસ ઘણો થયો છે. ટુરીઝમ સૌથી મહત્વની પ્રવૃત્તિ છે. અમે ખાસ જોયું તેમાં સૌથી સારી વાત એ કે પ્રજા ઘણી હસમુખી છે! જે એમનો દૂ:ખદ ભૂતકાળ હોય તે, પણ આજે તો હસમુખી છે. જાહેર માં, બજારમાં, દુકાનોમાં, હોટેલમાં, ટિકિટ કાઊંટર પર, સિક્યુરિટી માં સ્ત્રી ઓ ઘણી દેખાય. પુરુષો પણ બીજા – ઓછા ભણતર વાળા કામો માં – લાગેલા છે, પણ છોકરીઓ ઘણી દેખાય! “છોકરી” શબ્દ જાણી જોઈ ને વાપર્યો છે, કારણકે મોટે ભાગે ૨૦- પ્રવાસી ઑ ને બધી વિલાસ ની વસ્તુ ઓ મળી રહે એવી વ્યવસ્થા કરી છે, પણ સ્થાનિક વસ્તુ કે સર્વિસ ઘણી જ સસ્તી છે. અઙ્ગકોર નો આખો વિસ્તાર “પુરાતત્ત્વ સર્વેક્ષણ ઉદ્યાન” બનાવી દીધો છે, એટલે વસ્તી કોઈ નહીં! પાસે મોટું શહેર છે તે સિયામ રિપ. ગાડી ઘણી પણ બે ચક્કી વાહન પાંચ ઘણા! પણ દરેક દેશી ને અનહદ શરમ આવે, એવી હૉર્ન ની શાંતિ અજબ. દિવસ માં એક કે બે જ વાર જરાક “પીપ” સંભળાયું હશે, અને ટ્રાફિક ના યમ નિયમ પાળવાનો એ તો આ “ગરીબ” દેશ ની પ્રજા પાસે આપણે શીખવું જોઈએ. ગરીબી છે, દેખાય છે, પણ ભૂખમરો જોયો નહીં. ખેતરો પણ ખેડાયેલા કે પાક લેવાયો હોય એવા જોયા. ફાટેલા કપડાં કે હતાશી ની મુદ્રા કોઈ નહીં. જ્યાંપણ તક મળી એ લીધેલી દેખાઈ. બાજુ માં જ સિયામ! એ દેશ ના કોઈ પણ શહેર માં જઈએ તો ભોગી ક્રિયા ના ટાંણા દેખાય. પણ કેમ્બોડિયા માં – અને ખાસ સિયામ રિપ માં - અંગ્રેજી બોલવાનું કે સમજવાનું કઠિણ ખરું. દુકાન કે દફ્તર માં કે હોટેલ ના રિસેપ્શન માં એકાદ એવી વ્યક્તિ (સાધારણ રીતે છોરી જ!) હોય જે જરા વધારે અંગ્રેજી બોલતી ને સમજતી હોય. પણ જે સાવ ના સમજે તે “નથી સમજાતું” કરી ને છોડી ના દે! કોઈને ને કોઈને પકડી ને લઈ આવે, અને સમજી લે કે તમે શું પૂછ્યું! તમને નિરાશ ના કરે. કારીગરી હસ્તકામ વણતર બાજુ ની પ્રજા – સિયામ ની વસ્તી – જેવી જ. ફળ અને શાકભાજી એટલા ના દેખાયા, સ્થાનિક બજાર માં ગયા તો પણ. લગભગ બધે જ ભાવ અને લે વેંચ અમેરિકી ડોલર માં જ થાય, પણ એ દેશ ના નાણાં પણ ચાલે ખરા. બધા ના પાકીટ માં થોડા કોઈ ડોલર નીકળે. ચાલો બહુ થયું! ફોટા મૂકીશ તે જોજો.
|
Year- Angkor Wat – the Unesco recorded largest temple complex in the world – started life in approximately the 6th century AD as a Vishnu temple. Later, after the 13th century AD, the structures did flip between being a Vishnu temple and a Buddhist monastery / place of worship. The idols have disappeared, but the structures are unchanged by man – although time and the jungle have had their extensive say on this topic. The decorative figures are visible a plenty, but are always etchings or friezes – not sculptures. Hindu beliefs were taken to south east Asia by traders and seafarers during the Pallav dynasty of modern Andhra areas of eastern India. Precisely because of that non- The inscriptions on all the walls are by and large in the Sanskrit language but the script is Khmer. The people prefer to be known as Khmer, and so too their language, script and culture. The script is apparently derived from Pali and Brahmi. The name too changed from the original Vishnulok to the Buddhist Angkor Wat, in sync with the spiritual beliefs of the king and populace. We had heard that the campus is large, but “large” registered only when we actually saw it (and walked and walked and climbed!). There is an area right next to Angkor Wat, known as Angkor Thom. It is much larger, and while it does have a temple or four, it was primarily the capital of the sovereign and has other residential and administration structures as well – all equally imposing. Sanskrit was the language of the kingdoms, literature and rituals – although written in the Khmer script also derived from Pali and Brahmi roots. There is some contention that the word “Angkor” is a warping of the Sanskrit “nagar” meaning city. The word “Thom” means large. We visited a number of temples and large historic remnants, but many more of lesser sizes had to be dropped. Three key factors. All four of us are 70+, two of us with specific knee issues. We had no desire to “been there done there” counts, and we certainly wanted to enjoy and wonder at what we saw. Hence, a post lunch nap, followed by a more casual visit to other interesting visually pleasing places around the archaeological Park. The photo gallery is ready, and I will post the link here… The post- Our happiest observation was that the people were always smiling in an infectious and happy way. Shops, on the streets, ticketing area, markets, hotels all areas had smiles all around. The other aspect was that women and girls were doing everything! While English knowledge was thin, willingness to somehow understand the visitors and to respond was intense. Typically they had one amongst their group who knew a bit more English, and that person – invariably a female – would help sort it out! Surprise surprise, we saw just one or two people begging quietly with a bowl in front of them. I had read a few blogs talking about the menace of tourists being chased by beggars, but nothing like that existed now. I had been to Phnom Penh – the capital – on IBM work almost 20 years ago, and visited a famous temple in the middle of the city with many steps to climb. There were many amputees lining these steps. I believe there are none without care now. Landmines were laid during various military episodes, making Cambodia one of the most dangerous land in the world. While de mining operations have rendered most of the land safe, the number of farmers who lost life or limbs when they tried to till their farms, remains a frightening count. Even to this day, demining operations are ongoing in the country. The entire area of ancient history has been covered under an Archaeological Park, with no local residents and at some distance from the Siem Reap urban areas. Tourism is of course the primary economic activity, and all resources and services that tourists may expect have been arranged for. However, still, local services are very cheap. Siem Reap is a fairly developed town, on lines of a smaller town in rural India. More two wheelers than cars by a factor of perhaps 10. One point to note – especially for those living in India – We did not hear more than a pip or two as horn across all 7 days there. Traffic discipline was strong, and considerate. We in India certainly need to learn about traffic “yam and niyam” from this developing society. There is poverty, but no underfed or food deprived people. Farms had been harvested, or were full of grain or fruit. Unlike the ever present opportunities for various indulgences in tourist spots in neighbouring Thailand, Cambodia that we saw was squeaky clean. Night life of food and drink a plenty, but the other stuff: nil. I think the spiritual and cultural values born of the Sanatan and Buddhist beliefs embedded in the minds and emotions of the people are the bearers of this situation. We did not see expressions of defeat or sorrow on faces of loclas around us. Use of smart phones, laptops and such is quite extensive – at least in tourist towns like Siem Reap. Handicraft and other such skills are similar to what we see in Thailand, although some Khmer flavours are clearly visible. We did not see much of veggies and fruits in shops on the streets ( although the area we walked around were predominantly tourist areas) but their presence was thin even in the local wet markets that we did visit. All prices and negotiations are in US dollars, but change is given back in Riels. (4000KHR to 1 USD). Cashew and red peppercorn are local agricultural specialities. Enough already… do see the photo video posted herein. |