Home વસંત નો ખોળો / Spring's Lap અદલા બદલી / Changing guard ધર્મ – પૂજા પાઠ / Duty – Rituals ગઠિયા ૫૫  Mates 55 નવરો બેઠો છું / Idle mind ઉછેર ની મુંઝવણ / Parenting dilemma

જાપાન ગ્યાં’તા

Glimpses of Japan

શિયાળો માણ પૂરો થયો ને સાહેબે પૂછ્યું, “ક્યાં લઈ જવાનો, આ વર્ષે? મારે તો જાપાન જવું છે! અને વિએટનામ પણ બાકી છે!” ટોસ કર્યો અને ચત કે પટ થતાં પહેલાં, જાપાન નું નામ બંનેના  મગજ માં તરી આવ્યું.

લાગી ગયો જાપાન ના પ્લાનિંગ માં. “જાનુ ની વર્ષગાંઠ પછી અને દિવાળી જાનુ સાથે કરવા આવી જવાનું!” હજુ કાન થી ભેજા સુધી પહોંચે ત્યાં “બેઠાં ગરબા ના પ્રોગ્રામ પછી !” બસ હવે તું પ્લાન બનાવ, કંઇ નહીં બોલું. ટુર માં જવું છે! ડ્રાઈવ નહીં કરું. એમ ચાલ્યું. માં બાપ ના પુણ્ય થી મારી વાચા ૨ ક્ષણ માટે દિવ્ય થઈ, અને ત્વરિત ટુર તો બાજુ એ પડી, અને ટ્રેન ને બસ ની સફર નો પ્લાન કબૂલ થયો – અમે બે જ. ગંગા નાહ્યો.

પ્લાન કર્યો કે પહેલાં ઓસાકા જઈ શું, ૭-૮ દિવસ રહી શું અને દર રોજ આજુબાજુ ના ગામે ફરશું. બેગડા ઉપાડી ઢસડી ફરવું નથી., શીન-ઓસાકા સ્ટેશન ના કોમ્પ્લેક્ષ માં જ હોટેલ લીધી, આ સ્ટેશન તે શીનકાનસેન ટ્રેનો નું જંકશન! પછી ૫ દિવસ જાપાન ના પહાડી પ્રદેશ માં, અને છેલ્લે ૧૦ દિવસ ટોક્યો માં અઠે-દ્વારકા, અને આજુબાજુ ફરવાનું. જાપાન માં એવી વ્યવસ્થા છે કે એક જગ્યાએ થી બીજે, કોઈ પણ ફક્ત સામાન મોકલી શકે! અમે એક બેગ ઓસાકા થી સિધ્ધી ટોક્યો મોકલી દીધી! હોટેલ-૨-હોટેલ.

દૈનિક કહાણી નથી લખતો, એના માટે એક ફોટા ઑ  ની હારમાળા બનાવી છે, એની એંધાણી અહીં મૂકીશ. https://photos.app.goo.gl/DSVGwpWuMJ8EEHyD8

https://photos.app.goo.gl/a6oW2fNViNWmUndx7

અમને સૌથી વધારે અવનવું, રસિક, અને અનુકરણ કરવા જેવું – અને પ્રભુ પાસે જાપાની લોકો – ખાસ સ્ત્રી સમાજ – અને સમાજ ને કોઈ સદ્પ્રેરણા આપે, એ વાત પણ લખીશ.

થોડી નજરે ચઢી એ વાતો.

લોકો ના મોઢાં પર ભાવ કોઈ જ ના હોય. ન તો સ્મિત, ન તો આક્રોશ, ન તો દૂ: ખ, કે ના તો ખુશી. જાણે રાજા એ આદેશ કર્યો હોય કે “કોઈ ભાવ દેખાવો ના દેખાવો જોઈએ”. જાહેર માં એક બીજા સાથે વાત કરતાં હોય ત્યારે થોડીક લાગણીઓ આવે જાય, પણ હરતા ફરતાં હોય ત્યારે કઈ નહીં! રાજા એ કહ્યું કે નહીં એ નથી જાણ, પણ પારંપારિક સંસ્કાર માં “જાહેર માં પોતાની કોઈ પણ ઓળખાણ દેખાવી ના જોઈએ” એવી વાત જોર દાર હાજર ખરી. કોઈ વાર – નરસિંહ મે’તા ના શબ્દોમાં “હારી ગયેલો જુગારી” જેવા ભાવ જોયા – એ પણ ટ્રેનમાં સામે વ્યક્તિ સૂઈ ગયું હોય, તો એના મોઢાં પર: જાણે નિદ્રામાં સાચ્ચો ભાવ મુખ પર તારી આવે. વ્યક્તિગત વાત કરે આપણી સાથે, ત્યારે સ્થિતિ જુદી. તદ્દન નોર્મલ રીતે વાતો કરે.

બીજી વાત કે “ના” એટલે “ના”! કોઈ સગવડિયું ખાતું નહીં. અમને ઘર ની યાદ આવી ગઈ. સિંગાપુર માં કોઈ વિનંતી કરીયે તો બે જ જવાબ મળે “કેન” કે “કેન નો” થશે કે નહીં થાય, પણ સાચું કહું તો સિંગાપુર માં મહેમાનગતિ કરાતી વખતે “નહીં થાય” ની પાછળ ગોળ ફરે, પણ જાપાન માં તો ના એટલે ના. વિનય અને નમ્રતા થી બોલે, પણ જવાબ અડગ!  ઘણી વાર અમે પૂછ્યું કે સેન્ડવિચ માં મીટ નાખ્યા વિના અમને આપો – પૈસા પૂરા આપીશું! “ના”! પતિ ગયું! નહીં એટલે નહીં! પણ એની સામે, કોઈ ની મદદ માંગો – અને ખાસ સ્ટેશનો પર કયાં જવાનું એ પૂછવું પડતું – તો પૂર્ણ મહેનત કરી, તમને પૂરે પૂરો જવાબ ના આપે ત્યાં સુધી એ વ્યક્તિ મહેનત કર્યા કરે, અને આ જવાબ આપી ના શકે, તો એને દૂ: ખ થાય!

જાહેરમાં, ટ્રેન કે બસ માં, કોઈ પણ ફોન પર વાત ના કરે. એક મેક માં વાત થતી હોય તો પણ બહુ ધીમે થી. લાંબી ટ્રેન ની સફર માં જાહેર નિવેદન થાય કે ફોન પર વાત કરવી હોય તો દરવાજા પાસે જગ્યા છે, ત્યાં જઈ વાત કરવી! “એ નાનીયા, ફોન આયો” સંભળાય નહીં! આપણા સંસ્કાર માં યમ અને નિયમ પર ખુબ જ ભાર અપાયો છે, - અને હવે તો દેસી “માણહ” ની ઓળખાણ જ એવી કે કોઈ ખાસ નિયમ એને લાગુ પડે નહીં. પણ જાપાન ની પ્રજા આ યમ નિયમ ને મન અને મનસ માં એવા ગોળી દીધા છે, કે એમનું અંતર્જ્ઞાન થઈ ગયું છે. એવિ જ રીતે, પોતાનું શું કર્તવ્ય છે, એની પૂર્ણ સમજ અને એટલું જ પૂર્ણ પાલન. અને “નાઈ દેસ” - જાપાની ભાષામાં – આવ્યું, કે બદલાય નહીં. એક વાર અમે ટ્રેન પકડવા દોડી ને જતાં હતા. બારણું ખુલ્લું હતું, અને માણ ૧૦ ફૂટ દૂર હતું, પણ ગાર્ડે સિટી વગાડી દીધી હતી એટલે અમને ચઢવા ના દીધા, બારણાં બંધ થયા, અને અમે એક બીજા ના મોઢાં જોઇએ એટલે વાર માં ટ્રેન ગુલ!

વિનય પણ બધે પ્રસરેલો! દૂર જતી ટ્રેન માં ટિકિટ ચેકર આવે. દરેક ડબ્બામાં સીટ નો ક્ષેત્ર હોય એની બંને બાજુ દરવાજા હોય. જેવો એક દરવાજો ખોલી પ્રવેશ કરે, એટલે એ લોકો ની વિનય નીતિ પ્રમાણે નમન કરે જ. કોઈ જોતું હોય કે નહીં. એમ જ ઓલિ બાજુ બહાર જતાં પહેલા, પેસેન્જરો તરફ ફરી, નમન કરે, અને પછી જ બહાર જાય.

બે વાત ની દુવિધા હતી. એક તો ભાષા. અંગ્રેજી વાંચી કહી શકે, પણ બોલી કે સમજી ના શકે. નસીબ જોગે ગૂગલ નું અનુવાદ સાધન ફોન માં હતું એટલે ગાડું ચાલ્યું. બીજું કે શાકાહારી ખાવાનું જવલ્લે જ મળે. બેકરી હોય, અને સુંદર મોઢામાં પાણી છૂટે એવી મહેક આવે, પણ અંદર જઈ નોન-વેજ સિવાય વાનગી શોધી એ , તો “ઇલ્લા સ્વામી!” સુપરમાર્કેટ માં થી પાંઉં માખણ દૂધ દહીં ફળ કાકડી ઘણા ખરીદ્યા! સારું થયું કે GIT’s ના “ખાવા માટે તૈયાર” – ready to eat – પેકેટ લઈ ગયેલા એટલે ગાડું ચાલ્યું. એક નાનું કાર્ડ તૈયાર કરેલું, જેમાં અંગ્રેજી માં અને જાપાની અક્ષર માં લખેલું, કે અમે શું ખાઈ શકીએ, અને શું ના ખવાય. ખાવાની દુકાન માં જઈએ તો સૌથી પહેલા આ કાર્ડ બતાવીએ. “નાઈ” આવ્યું, તો પાછા બહાર!

સ્વચ્છતા ની પરાકાષ્ઠા તો જાપાન માં જ દેખાય! જાહેર માં કચરાપેટી ઓ છે જ નહીં. વર્ષો પહેલા, જાની સમાજ માં ઊથલ પાથલ હતી ત્યારે કચરાપેટી ઑ માં બોમ્બ મુકાયેલા, અને વિસ્ફોટ થયા ઈજા અને મૃત્યુ પણ થયેલા. એટલે જાહેર વિસ્તાર માં થી બધ્ધી કચરાપેટી કાઢી નાખેલી. એટલે, બધાજ પોત પોતાનો કચરો સાથે થેલી માં રાખે અને ઘરે જે હોટેલ લઈ જાય!

જાપાન માં સેર કરવાની, એટલે ચાલવાનું સારું એવું. સ્ટેશન પણ જંગાવર! અમે ઓસાકા સ્ટેશન ને એક કિનારે હોટેલ માં રહેતા હતા, પણ જો ટ્રેન પેલે છેડે થી પકડવાની હોય તો, 10 મિનિટ તો સહજ નીકળી જાય, અને જાપાન ની ટ્રેનો તો સેકંડે સેકંડે પાકી હોય અને નીકળી જાય!

એક જરા અવનવી વાત છે. જાપાન માં વેંડિંગ મશીન બહુજ હોય! ઠેર ઠેર વેંડિંગ મશીન! અને ગરમ, ઠંડા પીણાં થી માંડી ને સેન્ડવિચ વગેરે પણ એ મશીન માં થી મળે. હું અને અંજુ જરા કોફી ના ગરાડી છીએ: અર્થાત્ કોફી “સરસ” જોઈએ, બહુ નહીં! એમ માનેલું કે જાપાન માં તો સારી કોફી મળશે જ, પણ અસલિયત એવી નો’તી – અમને ના મળી! એક અપવાદ તે શિંકાનસેન ટ્રેન – જે અતિ વેગે દોડે – ના પ્લેટફોર્મ પર “શિંકાનસેન કોફી” ના વેંડિંગ મશીન માં થી સુપર કોફી મળી હતી! બીજે કશે થી નહીં!

આખરે આ એક અવલોકન: હું હંમેશા જોંઉ છું, કે સામાજિક વર્તન કે સંસ્કાર અર્થાત્ એકરસ માનવ સમૂહ માં દેખાતું વર્તન, અને એજ સમૂહ ના માણસ નું વ્યક્તિગત વર્તન તદ્દન જુદું હોય છે. જાપાન માં એ ખાસ જોયું. સમૂહ માં અચલ, પારંપારિક વિનય અને શિસ્ત, સામાજિક નિયમો નું પાલન, અને ખાસ તો સમૂહ થી ઊંચા થઈ દેખાવું નહીં, વગેરે. પણ વ્યક્તિગત સ્તર પર, ઘણી જ આઝાદી! એન લીધે સમૂહ તરીકે બધી જ સ્ત્રીઓ ચટીપટી અને મેકઅપ વાળી દેખાય, પણ એકલ દોકલ, અને અમુક વિસ્તારમાં તદ્દન “હટકે” પહેરવેશ માં દેખાય. કળા અને સાહિત્ય માં ખૂબ જ વિવિધતા જોવા મળે, પણ સાથે સાથે ઊંડી પરંપરા પણ દેખાય. ખાસ ચિત્રકામ માં ઢબ પારંપારિક, પણ વિષય અતિ વિવિધ! સાહિત્ય ની જાણ નથી, પણ સાંભળ્યું ઘણું છે.

જાપાન માં જેમ આંખો ખૂબ જ બીઝી રહે, તેમ મગજ પણ વાતાવરણ અને લોકો અને તેમનું વર્તન જોવા, જાણવા અને સમજવા માં ખૂબ બીઝી રહે – એવી ઉત્સુકતા ધરાવતા હો તો!

   




    


   


Winter was dragging its feet, when the boss asked, “where to next? I want to go to Japan. Vietnam is also on my list!”. I tossed a coin – tails you win, heads I loose, and Japan it was.

I had just started on my Japan planning, when two time brackets appeared. “I want to attend Bela’s “BeTha garba” and I want celebrate Diwali with Janaki in Singapore!” So, dates got auto fixed:2rd Sep to 16th Oct! Oh! I would prefer a tour so that there are always people who can help. Next, “I will not drive there!”. I was suddenly blessed – temporarily for a exactly 60 seconds - with a divine tongue, and convinced Anju that since we were using only public transport, and ALL people in Japan are very considerate and helpful, we will not be “helpless” anywhere. The “OK” for my plan came before expiry of the epiphany, and I got down to the detailed planning!

The plan had two key aspects: travel by trains (mainly) and bus (if no choice), and no lugging of bags from night stay to night stay! One can “send” a bag to another destination quite easily.

Osaka was the landing spot, stay for 7 nights at a hotel inside the Shin-Osaka station (the shinkansen hub in Osaka) and do day trips all around. Takayama in the Northern Alps of Japan, and then Tokyo for the rest of our trip.

I am not going to write about our visits each day – I have created a video slideshow of our photos of these visits, and also one of flowers that we saw there.



Links are here:  

https://photos.app.goo.gl/DSVGwpWuMJ8EEHyD8

https://photos.app.goo.gl/a6oW2fNViNWmUndx7

I will focus on the unique experiences of people, culture and places – of which there was plenty. Stuff to emulate, and stuff to pray that the Japanese society be bestowed with enlightenment – especially for their societal treatment of women!

Here goes!

Both of us noticed one thing simultaneously! Japanese populace around us in public areas had no expressions on their faces. No smiles, no smirks, no sadness, no happiness, just nothing! Perhaps a Royal edict “thou shall not show emotions in public!”. If people are in a conversation in public, there certainly was some difference, but muted. Don’t know about edicts, but traditional social mores, do abhor opening up ones thoughts to others in public. Occasionally, we saw a tired expression on a person who had fallen asleep in the train, like Narsinh Mehta’s description of a gambler who had lost all! However, one on one conversations are very different: warm, animated, vibrant but always soft in volume, polite and courteous!

Another behavioural feature we encountered was actually a familiar one for us Singaporeans (with one major difference!). If a reply was “nai des”, it was all over for that request – a few steps up from Singapore’s “can” and “can no!”. Situationally – e.g. hospitality, Singapore can find ways around the “can no”, not so in Japan. A “nai” is a “nai des ne!” delivered very apologetically, politely but clearly final!

Since we are vegetarians, and finding ready vegetarian food in Japan is difficult at best, we would request a sandwich shop to give us a sandwich without the meat piece. “nai des”. There is no concession made to “hospitality” – which is where Singapore would differ. If the sandwich was assembled on site, the meat piece would quickly be removed, and a vegetarian sandwich would be offered to us – not in Japan! However, the experience in other areas – like a request for directions, or even about a product location in a store – was entirely different. The local person so approached, would do their best to give us a fulfilling reply. If they did not know, they would exert to find out, and then tell us. In frequent situations, the person would walk a few to many feet to direct us correctly. They would visibly feed bad if they were not able to respond to us.

While almost everyone’s phone was out in the train, no one was having a conversation. Even two people talking was in so soft a voice that one hardly heard a human voice in the train! Long distance trains had announcements about calls being taken in the compartment’s vestibule! None of the “Hello, Hemant here”! that we in India  find commonplace. The whole bus or compartment will hear one end of that conversation. It has almost become an identity of Indians at home or abroad.

Indian philosophy has great emphasis on “Yum and Niyum” – but to find a practitioner of these principles, Google can not help! However, the Japanese culture has raised both the concept and it’s practice to great heights, and one notes their presence in almost all interactions with the Japanese people. Here is one experience of the practice of Niyum: We were running on the platform to catch a train. The doors were open, and we were 10 feet away from the last compartment, but the guard had blown the whistle, and would not allow us to board / jump in; and he closed the doors, even as we braked our run, the train was gone!

Politeness and cultural practice of manners is embedded deeply in their public behaviour. A ticket checker would enter the train compartment, he would bow to the passengers on entry, and repeat the bow on exit, every time!

Language is certainly an issue. Signboards etc. are all bilingual, and reading English is not a problem, but spoken English is a different situation: : ”nai des!”. While Google translate helped a lot, it was still a struggle. Vegetarian food is practically unknown. We carried GIT’s ready to eat packets with us, and bought bread, butter, cheese, milk and yoghurt from stores – and available fruits, of course! I had downloaded a and printed a card which had Japanese and English sentences describing our vegetarian preferences. Very useful, but responses were "nai des" more often than not. Pass a bakery, and the fragrance draws you I, but search for a vegetarian product, only to be disappointed.

Cleanliness is a cultural obsession, but there are no garbage cans in public – even train stations! (Only toilets have one). So, everyone carries their garbage in a bag till they get home, and then it is disposed! Apparently, there were incidents of explosives hidden in public garbage cans a few years ago, and consequential deaths and injuries. So, out went all public garbage cans.

Train travel in Japan is simply superb – if you can time yourself correctly – to the second! Stations can be gigantic with anything from 2 to 10 lines interchanging. One has to do a lot of walking in Japan as a tourist, particularly so in stations, and platforms can be on any of four levels!

Vending machines are everywhere in Japan. Water to beer, cold to hot, drinks to food and even some dry goods like masks! Anju and I are coffee people, so we would hunt for “good” coffee, and by and large fail, till we drew coffee from a vending machine on the Shinkansen train’s platform, advertised as “Shinkansen coffee”! and Lo and Behold, the best coffee we had in Japan! Brewed, mind you – beans to cup – not instant coffee!

 

Finally, this observation: not just Japan, but universally. Behaviour of a person in each ones membership of a society of common attributes of members, like ethnicity or faith or clan or tribe, is quite different from that person’s behaviour as an individual. This was rather stark in Japan that we saw. Collectively, the accent is on not standing out from the rest. Which by and large means fairly rigorous compliance to traditional practices of behaviour. But individuals have tremendous freedom of activity, pursuits, life styles. Only a few core standard behaviour persists: like politeness, consideration for others (except in trains -  

Like Singapore, few get up from their seats for seniors or pregnant women or mothers with infants). This dichotomy has resulted in great achievements in arts literature, design, innovation, intellectual excellence. If ones vision is overloaded in Japan, so is the intellect, observing absorbing marvelling, shaking one’s head at some incomprehensible aspects. i.e. if you are intrinsically a curious person!