લાઇટ લખ જે!

Be funny!

વિશ્વમાં આટલા ગોટાળા ચાલે છે, અને સાહેબ મને “લાઇટ” લખવાનું કહે! ક્યાં થી કાઢું “લાઇટ” વિષય? હૉસ્ટેલ ના કારસ્તાનો ની વાતો નો સંકેત આવ્યો! ચસકી ગયું છે, મારું? કે બધી પોલ ખોલી દઉં? પછી વિચાર આવ્યો કે હૉસ્ટેલ ના બધા જ ગઠિયા ૭૦ ની પાસે કે પેલે પાર થઈ ગયા છે, તો નાહવું શું ને નિચોવવું શું? ચાલો નાહી નાખી એ. સાહેબ ની કાલે (૨૭ મી) વર્ષગાંઠ છે, તો ના પડાય કોઈ દિવસ? બધા મિત્રો ને ચેતાવણી – પૌત્રો ને આ વાંચવા ના દેશો! છોરા તો મોટા થઈ ગયા, અને મોટે ભાગે આપણી પેઢી ને ટપી ગયા.

બધા કારસ્તાનો કરવાનું ચોઘડિયું આવે! સેમેસ્ટર ની શરૂઆતમાં, અને પરીક્ષા ના એક અઠવાડિયા પહેલા.

નવો નિશાળિયો હાથ લાગે, એટલે એક રૂમ માં આમંત્રીએ. બિચારો જરા બિતો બિતો આવે, અને રૂમ માં ૧૫ મહારથી ઓ ની મેદની જોઈ ડઘાઈ જાય. અમારા રૂમ માં દીવાલ માં એક ખાંચો, ત્રણે બાજુ કોંકરિટ ની દીવાલ, અને એ ખાંચા માં વચ્ચે (ઉપર નીચે ખાલી જગ્યા) કબાટ – અર્થાત બે પાટિયા, એક સળિયો અને દરવાજો – પ્લાયવૂડ નું. પેલા બકરા ને કબાટ ની ઉપર ચઢાવી અને આદેશ આપીએ, કે છત પડવાનું છે, એટલે એને ટેકો દઈ રાખ! કબાટ ઉપર અદુકડા જ બેસવાની જગ્યા, અને હાથ ઊંચા કરી છત પર લગાડી બેઠો હોય. અને બાકી બધ્ધા રૂમ માં એને જાણે ભૂલી ગયા હોય એમ પોતાની મસ્તી માં લાગે! પેલો બિચારો ૫-૭ મિનિટ પછી હાથ દુઃખી જાય એટલે નીચા કરવા જાય, ને તરત કોઈ બૂમ પાડે, એય પકડી રાખ, છત ને ! ઉંહુ ઉંહુ અવાજ નીકળવાં માંડે એટલે નીચે ઉતારવા દઈએ, અને પછી અમારી મંડળી માં ભેળવી દઈએ.

એક જરા વધારે વાયડો હતો, અને અમારી સાથી આવે નહીં, અને કઈ પણ કરવાનું કહીએ તો ના પાડે. સુરત ની કોઈ તદ્દન ગાંવઠી કોલેજ માં થી ૯૬% માર્ક્સ લઈ ડાઇરેક્ટ એડમિશન લઈ આવેલો. એક રાતે નક્કી થયું કે સીધો કરવો પડશે! અમારી હૉસ્ટેલ ના રૂમ એટલે એક મોટા રૂમ માં પાર્ટીશન બાંધી બે રૂમ બનાવેલા. બે દરવાજા, બે બારી વગેરે. પાર્ટીશન આખું નો’તું. છત થી બે અઢી ફૂટ ની જગ્યા, અને ભોંય થી ૯ ઇંચ ખાલી. એનો રૂમ બીજે માળે, છેલ્લો, ઉપર અગાશી. સૂઈ ગયો પછી બાજુ ના રૂમ માં ભેગા થયા અને પાર્ટીશન ની ઇસ પર મીણબત્તી ની લાઇન લગાડી. અગાશી માં જઈ એક બાટલી માં મીણબત્તી ઉતારી – સળગાવાય એવી રીતે. બાટલી ને દોરી બાંધી પેલા ના રૂમ ની બારી ની વચ્ચે આવે એમ લટકાવી. દરવાજા પર સફેદ ચાદર લટકાવી કે ખોલે  તો ચાદર જ  મોઢે લાગે. બધાને ચૂપ રહેવાનો સંદેશ ગયો. બધી મીણબત્તી ઑ પ્રગટાવી – પેલી બાટલી માં લટકાવેલી પણ. આખી હૉસ્ટેલ નો પાવર કટ કર્યો, રૂમ ની બાહર ત્રણ જણા સફેદ ચાદર ઓઢી ને ઊભા, અને જોર થી બારણા પર બે વાર ઠોક્યું, અને હૂ હૂ હૂ હૂ હૂ હૂ એવો અવાજ લાંબે શ્વાસે કર્યો. પેલો ચમકી ને ઊઠ્યો, બારીમાં જ્વાળા દેખાય, પાર્ટીશન પર પણ જ્વાળા ની લાઇન, અને વી ચિત્ર હૂ હૂ હૂ હૂ અવાજ! સોલીડ ફાટી, બારણું ખોલ્યું તો મોઢા પર સફેદ ચાદર, અને જેમ તેમ ખસેડી તો સામે ત્રણ ભૂત ઊભેલા હૂ હૂ હૂ હૂ કરતાં. ચારે બાજુ ઘોર અંધારું. (અમારી હૉસ્ટેલ પવાઈ લેક ને સામેના કિનારે, જંગલ માં હતી, એટલે આસપાસ કોઈ મકાન તરત દેખાય નહીં!) બિચારો હાંફળો ફાંફળો ભાગ્યો નીચે! ગુરખા પાસે પહોંચ્યો ત્યાં સુધી તો લાઇટ પાછી ચાલુ થઈ ગઈ, અને હિમ્મત કરી રૂમ પર પાછો આવ્યો ત્યારે કંઇ જ આડું અવળું દેખાય નહીં. બધુ પહેલાં હતું તેવુંજ. ના દેખાય ભૂત, ના કોઈ બાટલી માં કે પાર્ટીશન ની ઇસ પર કોઈ મીણબત્તી, અને રૂમ પાર્ટનર જાણે ઘસ ઘસાટ ઊંઘતો હોય તેમ! બીજે દિવસે સવારે બ્રેકફાસ્ટ માટે ડાઈનિંગ હૉલ માં અમારી સામે સંશય ની નજરે જોય, અને અમારા થી દૂર જઇ બેઠો. સાંજે એના રૂમ પાર્ટનરે પોલ ખોલી. બે અઠવાડિયા સુધી અમારી કોઈ ની સાથી બોલ્યો નહીં!


એવો જ બીજો નવો નિશાળિયો બહુ તુમાખી વાળો હતો. કહે હું રજવાડો છું. એની હૉસ્ટેલ માં જમીન પર બેસી કઈ કરવાનું કહ્યું, તો કહે, અમે રજવાડા ભોંય પર ના બેસીએ! એટલે એને જમીનદસ્ત કરવાના કીમિયા ની ફેક્ટરી ખૂલી, અને કલાક માં બંધ! કીમિયો મળી ગયો. એને ચાવી મારી કે તું સરસ અંગ્રેજી બોલે છે, દેખાવડો છે, પ્રતિષ્ઠિત સ્કૂલમાં થી આવે છે, તને નાટક માં રસ છે કે નહીં? તરત પલળી ગયો, અને  “ફ્રેશર્સ નાઈટ” માટે નાટક માં કિરદાર કરવા તૈયાર. અધૂરા માં પૂરું, નાટક તો અમે જ લખેલો, અને કન્યા હૉસ્ટેલ થી એક નવી નિશાળિયણ ને પણ આ નાટક માં કિરદાર આપેલો! અને નાટક ની કથા માં પેલા રજવાડા ના કિરદાર ને જમીન પર બેસવાનું તો ઠીક, પણ જમીન પર આળોટવાનું લખ્યું, અને એ પણ પેલી છોરી ના કિરદાર ની સામે, ફ્રેશર્સ નાઈટ ના પબ્લિક ખેલ માં! પતિ ગઈ રજવાડી એંટ.


હૉસ્ટેલ માં એક સરસ આંબો અમારી રૂમ ની બાહર ઊગે, અને અગાશી પર લચી ગયેલો. એક શનિવારે તાન ચઢ્યું – મને! હૉસ્ટેલ માં શનિ-રવિ મોટે ભાગે મુંબઈ ની બાહર થી આવેલા પોરિયા જ હોય, પણ એ શનિવારે હું પણ હોસ્ટેલમાં જ રહેલો. બેત્રણ જણ ને ભેગા કરી ચઢ્યા ઉપર અગાસીમાં, કશેક થી એક લાકડી પણ લઈ આવેલા. અને દસ વીસ કાચી કેરી પાડી. પણ ઝાડ ની ડાળીઓ પર લાલ કીડી ઓ ખૂબ હતી, બધાને ચીટકી અને ચટકી પણ ખરી. પણ બીજે દિવસે રવિવાર ના “મિષ્ટાન” લંચ મા તાજું અથાણું ખાવા મળ્યું. કાચી કેરી જોઉં ને કુદવા માડું, કેરી પાડવી જ હોય! સિંગાપૂર આવ્યો અને ઠેર ઠેર આંબા દેખાય, કેરી થી લચી ગયેલા. કુદવા માંડ્યો! પણ સિંગાપૂર ના સ્થાયી મિત્રો એ વાર્યો – આ આંબા રાજ્ય ની માલિકી ના છે. એની કેરી તોડવા ની મના છે – ૧૦૦૦ ડોલર નો દંડ થાય! પણ એ તો નીચે પડી ને ખરાબ થઈ જાય છે! સોરી! રાજ્ય ની માલિકી એટલે સરકારી અધિકારી ઑ ને જે કરવાનું હોય તે કરે. એક બે વાર આવા રસ્તા પર ના આંબા ની મરમ્મત થતી હતી, એટલે એ કામગાર ને પૂછી ને બે ત્રણ કેરી ઘરે લઈ આવ્યો! તદ્દન બેકાર. એક તો પાકી ગયેલી, અને અંદર કાળા ટપકા પડેલાં, અને બધી બાઠી અને ખૂબ રેસા વાળી! બારે માસ અલક મલક વરસાદ પડે એટલે કેરી લાગે પણ હમેશાં ડાળી પર જ બગડે! ચાલો, એ મોહ બંધ કર્યો!

એક માથા ફરેલ મિત્રો ની કરામત ની વાત કરી આજ નો બ્લોગ પૂરો કરું. હૂ જોડાયો ત્યારે IIT મા બે સેમેસ્ટર, અને આખા વર્ષ નું પરિણામ ગણી ને વિદ્યાર્થી આગળ વધે. દરેક સેમેસ્ટર મા એક ૪૦ ગુણ ની મધ્ય સેમેસ્ટર પરીક્ષા, અને બીજી ૬૦ ગુણ ની સેમેસ્ટર અંતે પરીક્ષા. કોઈ માંદો પડે તો ઇન્સ્ટિટ્યૂટ માં જ હોસ્પિટલ અને ડોક્ટર હતા એના પાસે થી મેડિકલ સર્ટિફિકેટ મળ્યું હોય તો જ આગલી પરીક્ષા ના પરિણામ આખા સેમેસ્ટર ના પરિણામ તરીકે ગણાય. ૪૦ ગુણ વાળી પરીક્ષા જરા સહેલી હોય, કારણ કે વિષય મા ઊંડા હજુ ઉતાર્યા ના હોય. ઇન્સ્ટિટ્યૂટ ના ડોક્ટરો મધ્ય સેમેસ્ટર પરીક્ષા માટે છોકરાઓ ની માંદગી ની કહાણી માની લેતા, અને સર્ટિફિકેટ આપી દેતાં. પણ સેમેસ્ટર અંત ની પરીક્ષા માટે બરાબર તપાસ કરે, અને સાચ્ચે માંદા હોય તોજ સર્ટિફિકેટ મળે. આ બે જણા સાવ અવળચંડા. એક બાહોશ એથલીટ, અને સ્પોર્ટ્સમેન, અને બીજો સાવ લઠ્ઠ આળસુ નો પીર બડે બાપ નો બેટો. બંને જણા ને સેમેસ્ટર અંત ની પરિક્ષા માટે મેડિકલ સર્ટિફિકેટ જોઈતું હતું. માંદા પડવા ના કીમિયા અજમાવવા માંડ્યા. ભીના થઈ અગાશી માં સૂતા, બગલ મા કાંદો રાખી સૂતા વગેરે વગેરે. પણ આવા લઠ્ઠા ને કંઇ થતું હશે? એટલે આખરે બંને એ નક્કી કર્યું કે હવે તો હાથ જ તોડવો પડશે! હોકી સ્ટિક કાઢી પણ ફટકો પડે એ પહેલા હાથ ખેંચી લે! આખરી દાવ શું? એક પાસે મોટરબાઈક હતી. બંને એના પર બેઠા, અને હૉસ્ટેલ થી નીકળ્યા, અને સિધ્ધા રસ્તે હોસ્પિટલ જવા નીકળ્યા. રસ્તા પર જમણો હાથ લાંબો કરી બાઇક ઝડપ થી રસ્તા ને કિનારે આવેલા લાઇટ ના થાંભલા પાસે ચલાવી, ટડાક ટડાક બે અવાજ આવ્યા, બે હાથ તૂટ્યા, અને એક હાથે બાઇક ચલાવી સિધ્ધા હોસ્પિટલ પહોંચ્યા, અને તૂટેલા હાથ નું મેડિકલ સર્ટિફિકેટ લઇ હૉસ્ટેલ પાછા આવ્યા!

       





With so much chaos going on in the world, boss told me to write something “light”. She suggested I write about the pranks we pulled in the hostel. “think what? Crazy only!” (that is written in Singlish). How dare I reveal all? But then a thought occurred to me, most if not all our hostel mates will have crossed 70, well on their way to being set to out to pasture, so what would it matter now? Lets let the dogs out! Anyway, yesterday (27th) was the boss’s birthday, so how to deny her anything? Disclaimer and health warning: To all who participated – your children would be beyond influence, and would have gone one up on us, but DO NOT LET GRANDCHILDREN READ THIS!

All pranks had ripe times: beginning of the semester, since nothing had really begun, and the week before the exams, by when little had really gone in.

Grab a “freshy” and invite him to socialise in our room. He arrives with great trepidation, and gets the heebie jeebies when he sees 15 seniors packed into the 8’x10’ room. Our rooms were a larger room split into two, with a partition with gaps at the top and bottom. A cupboard was built into a niche near the door, and that too had open space at the top and bottom. The closet had plywood doors, 2 shelves, a railing and sides of concrete that formed the niche. We would instruct the freshy, that since there was danger of the roof falling in, he needed to climb on top of the cupboard, and hold up the roof. One could only squat on ones haunches on top of the cupboard, so the poor fellow went up squatted, raised his arms and held up the roof! And all below him simply reverted to their chatter, as if they had forgotten all about him! After a while there were mewing sounds of aches and pain from up there, and that’s when we let him down, and assimilated him into the group.

There was one guy who was unco-operative, and refused to participate. He had scored 96% marks from some rural college near Surat, and secured direct admission as a topper from his university. The decision to domesticate was automatic. Each room had a window (and a door), and invariably the bed was head aligned to that window. The gap on top of the partition was about 2-2.5 feet, and about 9 inches off the floor. His room was last room on the second floor, with only the terrace above. We waited for this guy to fall asleep, and the got to work in his room partner’s room. A line of candles was stuck on to the partition top. A white bedsheet was hung on his door from the outside. A candle was inserted into an empty Fanta bottle, to be lit and lowered from the terrace to hang in front of his window. Three guys covered in white bedsheets became ghosts outside his door. All candles lit, bottle with a lit candle lowered, and all lights of the hostel were switched off. The hostel was in one corner of a forested area on the shores of a lake, so peripheral light was negligible. Two loud bangs on his door, and then an eerie “whoooo” sound from the ghosts outside. The guy woke with a start, saw the candle outside his window, and those on the partition ledge, screamed, and tried to rush out of his room. The bedsheet over his door hit him in the face, and even as he untangled himself from them, he saw the ghosts who went “whoooo”… He ran down the corridor, down the stairs (2 floors) and headed to the gate to find the watchman! But by the time he found the watchman, all lights came on, and not a shred of candles and bedsheets remained in his room, all ghosts and pranksters disappeared. He reached his room with watchman in tow, and … nothing. Partner fast asleep! Came down for breakfast, sat in a corner, and spoke to no one! Some one broke the news to him that evening, and he never spoke to anyone for a week or two! After that, domestication successfully completed.

One more such character was encountered. He claimed to be from a royal family, and when someone – as part of social introduction – asked him to sit of the floor – no space on the bed in the room, and no chairs! Then how? – refused to sit on the floor claiming royal tradition to never sit on the floor. Education was clearly recommended. Solution start-ups were created, but by afternoon, all but one was shut down. A play was written – by the seniors;  engineer-playwrights can be tres innovative - , and this handsome royal was selected from an audition. A girl student was also roped in from the ladies hostel. The play called for Romeo to grovel on the ground (of a garden of course) to woo the damsel! Public performance at the “fresher’s night” event, and voila! thus did it happen, that the royal personage rolled on the ground throwing his royal traditions away, in pursuit of damsels and art!  

We had mango trees all over the campus, and inside the hostel gardens as well. There was one close to our room, grown tall, and very fruitful! Normally, I would have headed home for the weekend, like all Bombayites, laundry and hunger in tow. That particular weekend, I stayed back. The mangoes had grown, but they hardly ripened, They were beautifully green and attractively large. So, a harvesting for making fresh pickles was called for. We climbed up to the terrace, and found a stick to reach the ones further away. We went mango picking, and red ants on the tree welcomed us, embraced us, and bit the heck out of us, all over. We beat a quick retreat, but not without an armful of “kairi”, and the cook made fresh pickles to go with the Sunday feast lunch.

I have an instinct for plucking raw mangoes where ever I see them. Singapore has mango trees everywhere – mostly road side, and in open spaces. They fruit all year round.  I was jumping with joy, but the long time resident friends informed me that they belonged to the state, and plucking the mangoes would invite a fine of a 1000 dollars – passion cooling measure! The law covers all trees on public land. Once or twice I spotted some maintenance work on some mango trees (afflicted by tree-rust) and workers were chopping off branches – loaded with fruit. I ran to them, took their permission (although the workers couldn’t care less) and brought a few home. All were inedible, black spots and outright rot inside, and very fibrous with a large stone! It rains frequently here in Singapore, so the fruits do not get opportunity to mature and ripen on the tree.

Let me close with a story – real – about two guys – seniors – who I knew of. The system of exams in the late sixties was based on mid semester, semester and the overall year's performance to progress to the next year. Mid-semester exams were out of 40, end -semester ones out of 60. Mid-semester were comparatively easy, because early coverage of subjects did not  present complexity and thus difficulty, or so the popular belief went (totally false belief!). One way to skip exam and still not “fail” was to get a medical certificate for illness and disability to appear for the exam. The med-cert could be issued by the doctors at the campus hospital only. They were a bit more compassionate (to the charlatan students) for the mid-sem, but needed real illness for the end-sem. Here were two guys who did not want to do their end-sem, and clear the semester on the strength of their mid-sem. Med-cert for end-sem needed real debilitation. They tried all the normal tricks to fall sick, but given that one was a start athlete, and  the other a hulk, they did not fall sick. Came the last day before exam, and desperation was called for. Out came a hockey stick, palm on the table, and strike! Broken hand is real! But the hand got snatched away before the strike completed! Next, plan. One of them had a motorbike. Both got onto it, and took off for the hospital. On the way, the bike speeded up, went very close to a light pole on the way, two hands had been held out, and crack crack, they had two broken hands, and confirmed debility and confirmed med certs from the hospital they reached with one hand on the handlebar!


Home Up લાઇટ લખ be funny