વ્યોમ માં વ્યાયામ

Ether fit









વસંત માં ભમરો ચટક્યો હતો, એટલે રખડતો હતો, પણ હવે તો ચૈત્ર પણ આથમવા લાગ્યો છે, અને જેઠ (મહિનો! પતિ નો મોટો ભાઈ નહીં!) ધકે છે -  અહીં સિંગાપૂરમાં પણ!

બે દિવસ પહેલા અમારા “ટાવર” માં થી નીકળ્યો, અને સ્વિમિંગ પૂલ પાસેથી નીકળ્યો – બીજો કોઈ રસ્તો જ નથી, બહાર જવાનો! અને આંખો સામે એક સિયામ નું દ્રષ્ય ચમક્યું, અને મને ચમકાવી દીધો. દ્રષ્યમાં એક ચોમાસામાં ભરાઈ ગયેલા ખાબોચિયા માં ચાર પાંચ ભેંસો પડી હતી અને ફક્ત શિંગડા દેખાતા હતા. હું કંઈ બોલ્યો હોઈશ કારણ કે સાહેબ ની ફટાક દઈ ને ટપાલી વાગી. જાણે સ્વપ્નું ઉડીને રસ્તા પર પછડાયો હોંઉ એમ. સાહેબે ચોખવટ કરી. એક્વાએરોબિક્સ નો ક્લાસ ચાલે છે. એટલે એ શું ક્રિયા છે, એ સમજવા સ્વિમિંગ પૂલ તરફ આંખો ફાડી ને જોયું. અને એ ક્લાસ ની વિદ્યાર્થિનીઓ ની મનમાં માફી માંગી. સાહેબે બાવડુ ખેંચીને આગળ ખસેડ્યો. સાહેબે વધારે જ્ઞાન આપ્યું આવા વ્યાયામ માટે બૉલીવુડ ડાન્સ ના ક્લાસ પણ ઘણા ચાલે છે! મારા મગજ માં એક સુંદર બત્તી થઈ અને આજના બ્લોગ નો વિષય મળી ગયો.

 રાક્ષસ પુત્ર વ્યોમ ની માયાજાળ – ક્રુષ્ણ એ એનો વધ તો દ્વાપર યુગ માં કર્યો, પણ આ કળ યુગમાં પાછો કોઈ પેદા થયો – અમેરિકામાં. અને આધુનિક વ્યોમ એટલે અમેરિકા નહીં? એને એક માયાવી સત્ય પ્રસાર્યું કે વ્યાયામ થી જ મનુષ્ય માત્ર તંદુરસ્ત રહેશે અને લાંબુ જીવશે! આ તો સત્ય થયું, તો માયા કઈ? કે કયો અને કેવો વ્યાયામ કરવો? કોઈ રસિક ક્રિયા વાળો વ્યાયામ કરો, તો તમારો વ્યાયામ માટે નો નિશ્ચય અડગ રહેશે! એટલે લોકોએ સાદા – નીરસ – વ્યાયામ છોડીને રસિક વ્યાયામક્રિયાઓ અપનાવવા માંડી. કાનમાં પૂમડું ઘાલી ને દોડો! ઓઃ! સોરી, પૂમડું નહીં, એરપોડ્સ! સંગીત માટે! નહિ તો વ્યાયામશાળામાં જોડાઈ જાઓ. વાતાનુકૂળ ખંડ, જાત જાતના યંત્રો, સામે ટીવી બાજુમાં બહેનપણી કે કુમળો કુમાર, ખૂણે તમારા પર ખાર રાખતી દુશ્મન, અને સારી એવી મોટ્ટી ફી! કેવું રસિક વાતાવરણ. સાથે સાથે પામતા પોંચતા અર્વાચીન નર કે નારી માં ગણત્રી! પણ ત્યાં તો પેલો કે પેલી  instructor આવી ને દમ કાઢી નાખે છે! મારી હાળી લાગે કુમળી પણ ચચરે મરચાં ની જેમ! મુઓ લઠ્ઠો! કોઈએ યોગ કરવાનું સુજાવ્યું, પણ એમાં એક નવીન યોગાસન ની પદ્ધત્તિ જડી, બીયર યોગ. દરેક આસન કરતાં હાથમાં બીયર નો જામ, અને આસન સમાપ્તિ વખતે એક મોટટો ઘૂંટડો બિયરનો!! ૧ કલ્લાકનાં ક્લાસ પછી જમીન સાથે જ યોગ થઈ જાય! રસિક કે નહીં!

હવે મારો તુક્કો! સુઘડ સંસ્કાર અને રસિક વ્યાયામ નું મિલન. આગલા બ્લોગ માં આપણી સંસ્કૃતિ નું ધીમું નિધન થઈ રહ્યું છે, એનું રુદન તો કર્યું છે. એટલે આ આઇડ્યા માં એ રુદન નું નિવારણ પણ થાય એમ છે. ભારતના સમાજોમાં પારંપારિક નૃત્ય ત્રણ પ્રકારના છે. પ્રથમ, તો કુદરત ના ખોળામાં રહેતી પ્રજાના કુદરત ના નાદ અને ડોલન નું અનુકરણ કરતાં નૃત્ય. પછી આવે લોકનૃત્ય જે ઉત્સવ મનાવે, અને ત્રીજા પ્રકાર તે પ્રભુની સ્તુતિ વ્યક્ત કરે તે. પહેલા બે સમૂહ નૃત્ય, અને ત્રીજો પ્રકાર મોટે ભાગે એકાંકી. આ ત્રણ પ્રકાર ના સંગીત ગીત અને લય પણ એ નૃત્ય ને તુલ્ય હોય તેવા જ. તો મારો તુક્કો છે કે જો બીજા પ્રકાર ના નૃત્યને સંગીત બદ્ધ વ્યાયામ કહીયે તો કેવું? પણ વ્યાયામ છે, અને ખાસ શહેરોમાં – જ્યાં વ્યાયામ ની ઘણી જરૂર છે. રસ્તા પર ચાલે ત્યારે મુંડી નીચી – ફોન ના પડદા પર, ઘરે કે દફતરમાં સામે કોમ્પ્યુટર નો કે પાછો હાથમાં ફોન નો પડદો, કલ્લાકો ના કલ્લાક ખુરશી પર જાત જાત ના આકાર માં બેઠા હોય, અને સૂતા પહેલાં વિનંતી આવે કે ડોકી દુઃખે છે, વેલણ ફેરવી આપ! (મજાક કરું છું! આજ ની પ્રજાને ખબર છે કે વેલણ શાને માટે અને કેવી રીતે ફેરવવાતું? મારા બાપુ કદાચ છેલ્લા આ શબ્દો વાપરવા વાળા હતા!) પણ જવાબ આવે કે મારી કેઢ દુઃખે છે – આજે જિમ માં ગઈ હતી એટલે!  પ્રજાને વ્યાયામ રસિક બનાવીએ તો વધારે રુચિ થાય અને સાથે સાથે , સમૂહ પ્રવૃત્તિ એટલે કે સામાજિક મેળ પણ થાય, અને પેલી ચાંપલી પર કે પેલા ઘેલા પર નજર પણ રખાય! ગુજરાતી છીએ, એટલે એક રાસ, અને એક ગરબો અને એક ગરબી! અને એ ત્રણ ની પ્રાંતિક ભિન્નતા પણ સમાવવાની. વ્યાયામ ના જ વસ્ત્રો પહેરવા, - ના ફાવે તો નવવારી પહેરવાની કે કછોટો મારવાનો, ધોતિયું ચાલે – પહેરતાં આવડતું હોય તો! ઘરેણાં માં ચાંલ્લો, બંગડી અને ગાળામાં મંગળસૂત્ર – એની પ્રથા હોય તો, નહીં તો ગળું ખાલી! પુરુષો માટે કુંડલ જ બસ! ગાળામાં સાંકળ – સોનાની – પહેરવાની મનાઈ! નાચતા નાચતા ગળા પર ઘસાઈ બોચી લાલ થઈ જશે! શરીરના અવ્યયો ઉભરાતાં ના હોય એ ખ્યાલ રાખવો!   સંગીત માં સારું ગાનાર પણ શિખાઉ કે ઊભરતા કલાકાર ને રાખવાના, સંગીત ના વાજિંત્રો પણ પારંપારિક – ઢોલ કે નગારું, મંજીરાં, જાંજ, શંખ  અને પીપૂડી! ૧૦ મિનિટ નો પહેલો રાઉન્ડ, ૫ મિનિટ પસીનો લૂછો, બીજો ૧૫ અને ૫ છેલ્લો ૨૦ – દમ હોય તો! મહારાષ્ટ્રનું લેઝિમ નૃત્ય – ગણપતિ વિસર્જન વખત ની ધૂન, પંજાબી ભાંગડા (દમ હોય તો, અને મકાન સાબુદ હોય તો!) કોળી કે ગીડ્ડા કે ઘુમર વગેરે.

બીજા ફાયદા: જુવાન છોરા છોરી સાંસ્કૃતિક વાતાવરણ માં વડીલોની દ્રષ્ટિ નીચે મળે, એટલે “ગોઠવવા” ની માથાફોડ ઓછી, અને પોતે પસંદ કરે તો સાંકડે માંકડુ ના બેસે! થોડા બીજા નિયમો રાખવા. હૉલ માં પ્રવેષ કરતાંજ ફોન ને “ફેરડે કેજ” માં મૂકવાનો – દરવાજા પાસે આખું ખાના કબાટ ફેરડે કેજ હોય! દાંડિયા અને લેઝિમ હૉલ માં જ મળે, ઘરે લઈ નહીં જવાના. ટુવાલ પોતાનો લાવવાનો, નહીં તો આખો હૉલ મહેકી ઉઠશે! આવો ત્યારે અત્તર નહીં – આજ કાલ લોકોને આધુનિક અત્તરો થી એલરજી ઉપડે છે -  જતાં બાટલી આખી રેડવી હોય તો તમારી રીતે! દરેક વ્યોમ-માં-વ્યાયામશાળા સાથે એક કે બે નવા ઊભરતા – ઉભરાતા નહીં! – સંગીતકાર ને ભાગીદાર અથવા અધિવર્ધક (સ્પોન્સર) ખાતે જોડાણ કરવું. ગુજરાત ના પારંપારિક કે અર્વાચીન  ગીતો ગરબા, કવિતા વગેરે ને – અર્થાત્ ગુજરાતી સાહિત્ય ની “ચીજ” ને સંગીત બદ્ધ કરવા અને એ વ્યાયામશાળા માં ગાવા કે વગાડવા – રાસ ગરબા ગરબી વગેરે ગુજરાતી લૌકિક નૃત્ય ને લય સંગત આપવા. કોઈ આણ ફિલ્મી ગીત કે ટ્યુન પર પૂર્ણ પ્રતિબંધ. ઘણી ફિલ્મો એ પારંપારિક ગીત સ્તુતિ વગેરે ને ખોંસી હોય છે, એને બને તો પારંપારિક ઢબ માં સંગીત બદ્ધ કરવી, અને ગાવી.

ત્યાર બાદ એક વાર્ષિક ઉત્સવ ની રચના કરવી જેમાં વ્યાયામ મંડળી ની હરીફાઈ થાય, અને સંગીતકાર અને ગાયન કલાકારો ની પણ હરીફાઈ – એટલે કે જે વ્યાયામ મંડળી વ્યાયામ કરે, અને એ વ્યાયામ ને પૂરતું સંગીત હોય એ જોડકા ની હરીફાઈ! એક પણ “રેકોર્ડિંગ” ચાલે નહીં!

દરેક વ્યાયામશાળા એ નૃત્ય-વ્યાયામ કરતી વ્યક્તિઓ ની વિડિયો લેવી અને દરેક સભ્ય ને આપવી – પોતાની નૃત્ય કળાને સુધારવા અને વ્યાયામ નો કંઇ ફાયદો થયો કે નહીં એ માપવા. દર અઠવાડિયે એક દિવસ ગરબા માસ્તર/માસ્તરીન  ને બોલાવવા – નૃત્ય શીખવવા! હૉલ માં પાણી સિવાય કંઇ ખાવા પીવાનું ના મળે. હોલની બહાર ફક્ત ફળાહાર કે લીંબુપાણી ની લારી ઊભી રાખવાની પરવાનગી આપવી.

મારી કલ્પના છે – કલ્પના એટલે વિચારો ની ક્રુતિ – (પેલી ગલી ને નાકે દેખાતી હતી એ કલ્પના નહીં,) કે ગુજરાતી સમાજ નું જોઈ બીજી ભાષા ના સમાજો પણ આ તુક્કા નું અનુકરણ કરશે, અને આ કળ યુગમાં નવા જમાના ના વ્યોમ રાક્ષસપૂત્ર નો પૂર્ણ વધ થશે!


   


 








What a complete disaster to start this bilingual blog with! The Gujarati word is eclectic, but it’s translation into English is pedantic and ordinary! The word “Vyom” in normal parlance means the sky i.e. space. Hence, the word ‘ether’. But Vyom was also a Rakshas’s (commonly translated poorly as ‘demon’) son, who resided in the sky and created illusions for people on earth. Lord Krishna is said to have killed him.

I was walking out of our apartment block a couple of days ago, and we have to necessarily pass by the swimming pool. A scene from Thailand flashed in my brain as I walked past. There was a monsoon fed pond, with a few buffaloes wallowing in the water, with just their horns showing. I must have muttered something because my better half gave me a whack (a light one) on my head bringing me out of reverie! It is an aquarobics class! She explained, and grabbed my arm, dragged me ahead. I took a second look and apologised silently to the students of the class! She further informed me that there are similar exercise classes for Bollywood dance as well! Voila! I got my subject for today’s blog.

Krishna destroyed the rakshas Vyom in DwaparYug, but a recent incarnation has popped up in America – where else? Is it not America where most current illusions originate? First of these illusion – a pervasive belief – is that man will stay healthy and live longer if he/she exercises! The illusions are – as often happens  - in the details of these exercises. How and what exercises to adopt. One common sense wisdom is that if the exercises are “interesting” ones commitment to that regime may be sustainable! So, “interesting” exercises soon became more popular and pushed the more common place exercises into the “traditional” label. Run with things stuck into your ears , Oh! Sorry, not “things”, but airpods. Run to the music. Join a gym! (it’s the mantra of the day!) temperature controlled comfort, machines galore, TV to occupy your mind during otherwise mindless movements, your friends next to you, the “to be monitored” busybody in the corner, hulks and hot bodies around, and a big fat fee (announcing your own wealth!) and life style display. The personal trainer comes and pushes you to puff and pant. Looks can be so deceiving! She looked like a sweet friendly person, but bit your head off when you did not follow her instructions. Someone said, do yoga, and to make it “interesting, take up “beer yoga”. One carries a glass of beer during the asana, and on achieving the postures, takes a gulp of beer. By the end of the class of one hour, everyone is rather smashed! The yoga is with the floor! What fun!!

Now for my idea! A melding of our great heritage culture, and purifying exercise. I have whined in earlier blogs about our disappearing culture of language, literature, song dance and music. My idea today, addresses that issue and would slow down or even reverse that trend. Indian cultural heritage of dance can be seen in three layers. First is the dance and music of the society that lives well integrated with nature, imitating the sounds and movements that they see and experience in nature. The second is the segment of society that has urbanised to some degree, but retain their proximity to nature and the land, incorporating literature and music and creating festival dances a.k.a. folk dance. Finally, the highly refined and evolved dance forms, that were either offerings to Ishwar or sovereigns. If we reframe the second group of dance forms – the ones with perhaps the largest spontaneous participation by almost all segments of the society – as exercise or movements set to music and song, - “dancercise” do we not have “interesting” exercise routines – which actually will not be routines?

Urbanisation certainly created a need for exercise, and the need is fairly desperate in current city conditions. People walking with their heads down looking at their phone screens even as they walk or wait, hours on end of sitting on chairs gazing – sometimes vacantly – at screens either of computers or again of phones, at home or workplace, and complaining of neck back and other such pains. Call out to your partner before sleep and ask for a massage and get a reply of sorry, I have a body ache because I went to the gym today! It will automatically be a social activity as well. One will still meet friends, monitor social competition, and “appreciate” those whom one wishes to admire! Given that we are Gujaratis, the scheme will be 10 minutes of warm up garba, 5 minutes to dry the perspiration, the next 15 of a raas, 5 for a breather, and close with 20 minutes of garabi or similar fast paced garba or raas! All modern steps and twirls included! The hall may well be temperature controlled. The music will be live with budding and perhaps struggling singers with worthy potential, simple instrumentals also played by struggling budding artistes giving them a regular “gig” in place of festival gigs only. Dhol, Nagara, Shankh, Pipudi (a basic form of a shahanai), manjra and jhanj. Including folk dance forms from other regions is highly desirable as long as they can be vigorous, like bhangada (if the structural strength of the building allows!) or gidda or lazim or koli or ghumar. Dandiya and lazims provided – do not take them home! A few aspects would be mandatory: Exercise clothes only: if tights and tops have been proscribed by situations, then a navvaari, or a “tucked between the limbs” sari is OK, dhoti for men – if you know how to wear one! No festive wear! Only culturally mandatory jewellery like a tikka, mangalsutra, a bangle (not of glass). Only ear-studs for men, no gold halters or bicycle chains! No over-flowing body parts display! All phones in a Faraday cage at the entrance. No perfume, (can cause allergies! - free to pour the whole bottle on, as you leave) bring your own towel, only water will be available at the hall! Various juice “thela” parked outside the building!     

 Build partnerships and sponsorships with budding musicians, and dance instructors. Set various traditional songs and sing-able poems of all times to music, form tiny 3 or 4 person bands to play accompaniments to the folk dances. Many traditional songs have been pirated by films and set to non-traditional tunes and music – fix that! Bring back the original tunes. They were already folk dance ready! Take videos of the dance exercise and share with participants to help improve or feed jealousies. Invite dance instructors to provide elementary training or corrections – only to avoid injury! Not to improve performance or style!

Annual competition for dancercise  groups and original corresponding music. Individual song or music artistes to win the competition as well. No individual dancer awards (avoids ego based dancing!) only for a group from dancercise halls. All competitions are live, no recordings!

It is my fervent hope that other regional societies will pick up this idea from us Gujaratis and kick-off their own cultural dancercise efforts, and slay the modern version of the illusion creating Vyom son-of-rakshas!


ether

noun ˈē-thər  

a : the rarefied element formerly believed to fill the upper regions of space

b : the upper regions of space : heavens

Merriam Webster


વ્યોમ

૧.  વ્યાકરણ: पुं.અર્થ:


( પુરાણ ) મયાસુર નામના રાક્ષસનો એ નામનો માયાવી પુત્ર. તે આકાશમાં રહી માયા ચલાવતો. તેને કૃષ્ણે માર્યો હતો.

- ભગવદ્ગોમંડળ ના સૌજન્યથી


Home Up લાઇટ લખ be funny ખયાલો મેં! Castles in Air કુદરત નો કોપ Nature’s way રાજા કે પ્રજા King / Parlt વ્યોમ માં વ્યાયામ / Ether fit પ્રથમ ધ્વની sound awakens